Gujarat

રાજકોટ મનપાએ રખડતાં પશુઓને પકડવાનું શરૂ કર્યું

રાજકોટ
રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જાેખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.૩૧-૦૧થી ૧૪-૦૨ સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ ૪૮૦ પશુઓને પકડવામાં આવ્યા છે. રાજકોટ શહેરના વિસ્તારો આનંદનગર, કાળા પથ્થર રોડ, આહિર ચોક, વાણીયાવાડી મેઈન રોડ, સ્વામિનારાયણ મંદિર પાછળ, સહકાર મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, સહકાર રોડ, સુભાષનગર તથા આજુબાજુમાંથી ૩૧ પશુઓ, નવલનગર મેઈન રોડ, દોશી હોસ્પિટલ મેઈન રોડ, હુડકો પોલીસ ચોકી, ભોજલધામ સોસાયટીમાંથી ૨૦ પશુઓ, ચુડાસમા પ્લોટ રોડ, વૈશાલીનગર મેઈન રોડ, એરપોર્ટૅ ફાટક, નરસીનગર રોડ, સાધુવાસવાણી રોડ, આલાપગ્રીનસીટી પાસે, યુનિવર્સીટી, રૈયાગામ, જે.કે. પાર્ક મેઈન રોડ, શાસ્ત્રીનગરમાંથી ૪૭ પશુઓને પકડવામાં આવ્યા હતા.

Exercise-to-catch-stray-animals.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *