ગુજરાત રાજ્યમાં રાજ્ય લઘુમતી બાબતોના મંત્રાલયની સ્થાપના સુનિશ્ચિત કરવી જોઈએ- M.C.C કન્વિનર ગુજરાત મુજાહિદ નફીસ
ગુજરાત કલેક્ટિવ દ્વારા ગુજરાતના માઈનોરિટી કો-ઓડિનેશન કમિટી, સમસ્ત માછીમાર સમાજ, એકલ મહિલા સંગઠન, શાળા મિત્ર સંઘ બધા સંગઠનો સાથે મળીને ગુજરાતનાં લોકોના પ્રશ્નો ધ્યાને લઈને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવેલ છે. જેને આજે અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવેલ છે.
ગુજરાતનાં લઘુમતી મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટ, મદેરસા ડિગ્રી માન્યતા, અત્યાચાર નિવારણ અધિનિયમ, હિંસા વિરુધ્ધ કાયદો, હિંસામાં પુન:સ્થાપના, 15 મુદ્દા કાર્યક્ર્મ અમલીકરણ, મોબ્લિંચિંગ ઘટના રોકવા કાયદો, હથિયાર પર્દશન કરનાર સંસ્થાઓ પર પ્રતિબંધ, વકફ મિલકત બચાવવી, રાજકીય ભાગીદારી નક્કી કરવી, લઘુમતી એરિયામાં લઘુમતી શાળાઓ બનાવવી, મીર-ફકીર જાતિને વિચારતી વિમુક્તિ જાતિમાં સમાવેશ જેવાં મુદ્દાને રજૂ કર્યા હતા.
સમસ્ત માછીમાર સમાજ ગુજરાત દ્વારા દરિયા કિનારે માછીમારોને જમીન, બંદરો પર પાયાની સુવિધાઓ, ડીજલ ટેકસમાં રાહત, કુદરતી આફતમાં સહાય, નવા બંદરો અને જૂના બંદરોમાં સુવિધાઓ વધારવી, બંદર વિકાસ સમિતિ બનાવવી, માછીમારોને લોન. શહેરોમાં ફિશ માર્કેટ, બોટ રજીસ્ટ્રેશન, પાકિસ્તાનમાં પકડતા માછીમાર કુટુંબને સહાય, દરિયાઈ પ્રદૂષણ અટકાવવું, માછીમારીમાં જી.એસ.ટી. રદ કરવું, નદીઓમાં નિયમતી પાણી છોડવું જેવા માછીમારોના મુદ્દા રજૂ કર્યા.
શાળા મિત્ર સંઘ દ્વારા ગુજરાતનાં શિક્ષણને સુધારવા માટેના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા કે શિક્ષણ અધિકાર અધિનિયમ 12 ધોરણ સુધી લાગુ કરવામાં આવે, દરેક શાળાઓમાં આરટીઇ લાગુ કરવામાં આવે, કન્યાઓ માટે ઉચ્ચ શિક્ષણ સુધી મફત અને સ્ટાઇપેન્ડ સુવિધા ઊભી કરવામાં આવે, સાયન્સ, ગણિત અને પર્યાવરણના શિક્ષકોની ભરતી કરવામાં આવે.
ગુજરાત કિશાન સંગઠન દ્વારા દ્વારા ખેડૂતોના પ્રશ્નોને ધ્યાને લઈને મુદ્દાઓ હતા કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, પાક વીમો નિયમિત કરવામાં આવે, સ્વામીનાથન રિપોર્ટનુ અમલીકરણ કરવામાં આવે, જમીન સંપાદન કાયદાઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને બનાવવામાં આવે, ખેત ઉત્પાદનોને રક્ષણ માટે યોજનાઓ બનાવવામાં આવે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, દિવસની વીજળી આપવામાં આવે અને ઈન્ફસ્ટ્ર્ક્ચર વિકસાવવામાં આવે, ખેતી માટે નર્મદામાંથી પાણી આપવામાં આવે, ખેતી પર જી.એસ.ટી. રદ કરવામાં આવે, ખેતીની માટે યોજનાઓ માટે વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે જેવા મુદ્દાને રજૂ કરવામાં આવ્યા હતા.
એકલ મહિલા સંગઠન દ્વારા એકલી મહિલાઓ માટે વિધવા, એકલ, વૃધ્ધ બહેનોને પેન્શન વધારવામાં આવે અને તેને લેવામાં દાખલાઓ બંધ કરવામાં આવે અને તેની વય બંધ કરવામાં આવે, પાલકપિતા યોજનાનું પાલકમતા કરવામાં આવે, આવી મહિલાઓને વીજ જોડાણ, અન્નપુર્ણા કાર્ડ, પ્લોટ ફાળવવામાં આવે, આવી બહેનોને બી.પી.એલ.માં સમાવેશ કરવામાં આવે, સવ રોજગાર જેવી તાલીમો આપવામાં આવે, મહિલાના નામે મિલકત વરસાઈ અને વરસાઈમાં ટેકસ મુક્ત કરવામાં આવે.


