છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યોજાયેલા પ્રાંત કક્ષાના વિકાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ દરમિયાન રાજયના મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો) અને સામાજીક ન્યાય અને અધિકારિતા(અનુસૂચિત જાતિ) રાજયમંત્રી મનિષાબેન વકીલે અંદાજે રૂપિયા એક કરોડની કિંમતની ચાર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી પ્રજાના ચરણે અર્પિત કરી હતી.
બોડેલી ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં પધારેલા રાજયના મહિલા અને બાળ વિકાસ(સ્વતંત્ર હવાલો) અને સામાજીક ન્યાય અને અધિકારી(અનુસૂચિત જાતિ) રાજય મંત્રી મનિષાબેન વકીલના હસ્તે ચાર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સી.એસ.આર ફંડ હેઠળ છોટાઉદેપુર જિલ્લાની આરોગ્યલક્ષી સેવામાં વધારો થાય એ માટે અંદાજે રૂપિયા એક કરોડની કિંમતની ચાર અત્યાધુનિક સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આઇ.સી.યુ ઓન વ્હીલ્સ કે જેમાં તમામ લાઇફ સેવિગ ફેસીલીટી ઉપલબ્ધ હોય એવી આ ચાર એમ્બ્યુલન્સ આજથી દર્દીઓની સેવામાં દોડતી થશે.
આ ચાર આઇ.સી.યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ મળવાથી છોટાઉદેપુર જિલ્લાની આરોગ્ય સેવા વધુ સુદ્રઢ થશે એમાં બેમત નથી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


