Gujarat

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અપાઈ

અમરેલી
અમરેલી જિલ્લામાં કિશન ભરવાડની હત્યાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વિવિધ સંગઠન અમરેલી, લીલીયા, દામનગર, બગસરા, વડીયા, કુંકાવાવ, સહિત વિસ્તારમાં આવેદનપત્ર અને રેલીઓ સાથે રોષ વ્યકત કરતા જાેવા મળ્યા હતા. રાજુલા વિશ્વહિન્દુ પરિષદ દ્વારા માર્કેટીંગ યાર્ડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાતાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સહિત હિન્દૂ સંગઠન અને વિવિધ રાજકીય પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જય જય શ્રી રામના નારા બોલાવી શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત કડક કાર્યવાહી કરી રિવોલ્વર જેવા હથિયારો કેવી રીતે ક્યાંથી આપ્યા અને કેમ આપવાની ફરજ પડી, તેમજ આખા ષડયંત્ર સુધી રાજ્ય સરકાર પહોંચે અને કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત હજારોની સંખ્યામા એકઠા થઇ રેલી યોજી હિન્દૂ સમાજ શક્તિ પ્રદર્શન કરશે તેમ જણાવ્યું હતું. રાજુલાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રવુભાઈ ખુમાણે જણાવ્યું હતું કે આરોપીને કેમ ડર નથી? સરકાર આટલી કડક હોવા છતાં પણ તેમણે ડર રાખ્યા વિના હત્યા કરી નાખી. જેથી બંધુકો ક્યાંથી આવી તે અંગેની ઊંડાણ પૂર્વક તપાસ કરી ષડયંત્રનો પર્દાફાશ થાય તેવી તેમણે અપીલ કરી હતી.ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી કેટલાક લોકોએ કરપીણ હત્યા નિપજાવી નાખતા તેના ઘેરા પ્રત્યાઘાતો સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં પડ્યા છે. જાે કે રાજ્ય સરકાર દ્વારા એટીએસને તપાસ સોંપી દીધા બાદ પણ રોષ વધી રહ્યો છે. જેમાં રાજુલા વિશ્વહિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેના પગલે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જનમેદની ઉમટી પડી હતી અને જય જય શ્રી રામના નારા સાથે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *