સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્રમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્યકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ, અધિકારીઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર અધિકારીઓ, પ્લેસમેન્ટ ઓફિસર અથવા સ્વરોજગાર કરતાં જામનગરના દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમૂનામાં ફોર્મ ભરીને જરૂરી આધારો સાથે તા.૧૯ સપ્ટેમ્બર સુધીમાં મદદનીશ નિયામક રોજગારની કચેરી, આઈ. ટી. આઈ.હોસ્ટેલ બિલ્ડિંગ, એસ. ટી. ડેપો સામે જામનગરને રૂબરૂ કે ટપાલથી પહોચાડવા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂરી ફોર્મ વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી અથવા મદદનીશ નિયામક રોજગારની કચેરી ખાતેથી મેળવી શકાશે.
