Gujarat

રાણપુરના ખોખરનેશ ગામે ગ્રામ પંચાયત ખાતે “ગાંવ કી ઔર” તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન

કાર્યક્રમમાં ગામના તમામ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાશે
 બોટાદ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને રાણપુર તાલુકામાં ખોખરનેશ ગામની ગ્રામ પંચાયત ખાતે “ગાંવ કી ઔર” તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ ડિસેમ્બરના સવારે ૧૧ કલાકે યોજાશે. જેમાં ખોખરનેશનાં નાગરિકો ગામનાં પ્રશ્નોની રજૂઆત કરી શકશે. આ તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગામના તમામ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું મામલતદાર રાણપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટરઃવિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *