12 જાન્યુઆરી સ્વામી વિવકાનંદ અને 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ પ્રસંગે દર વર્ષનીજેમ આ વર્ષે કર્તવ્ય બોધ કાર્યક્રમનુ આયોજન રાણપુર તાલુકાના નાગનેશ ગામે માધ્યમિક શાળા ખાતે થયેલ જેમાં મુખ્ય વક્તા તરીકે સંજયભાઈ મકવાણા હાજર રહેલ.આ ઉપરાંત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ જિલ્લા અધ્યક્ષ જનકભાઈ સાબવા,કવિતાબેન -પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાણપુર અધ્યક્ષ કેશુભાઈ જોગરાણા,મંત્રી પ્રભાતસિંહ સોલંકી, હાજર રહેલ. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય થઈ ત્યારબાદ મહેમાન સ્વાગત બાદ જિલ્લા અધ્યક્ષ જનકભાઈ દ્રારા સંગઠન પરીચય અને કાર્યક્ષેત્ર અને કાર્યક્રમ સંદર્ભે વક્તવ્ય આપેલ ત્યાર બાદ મુખ્ય વક્તા નું ઉદબોધન અને છેલ્લે આભાર વિધિ દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરેલ. કાર્યક્રમ બાદ કારોબારી બેઠક નું પણ આયોજન કરવામાં આવેલ અને તાલુકાની ટીમ જરૂરી જવાબદારી ની ફેરફાર સર્વે સંમતિ દ્રારા જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમની અંદર તાલુકા ના તમામ કારોબારી સભ્યોની જવાબદારી આપવામાં આવી હતી.સંજયભાઈ મકવાણા એ શિક્ષકોને ખૂબજ ઊંડાણ પૂર્વક કર્તવ્ય બોધ નું પાથેય પૂરું પાડ્યું. કાર્યક્રમને સફળ બનાવવા તમામ કાર્યકર્તાઓ એ મહેનત કરી. જેનાથી શિક્ષકોમાં કર્તવ્ય નિષ્ઠાના પાઠો નું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાણપુર દ્વારા કરવામાં આવશે કર્તવ્ય બોધ કાર્યક્રમ નિમિત્તે પોતાના કર્તવ્ય ને પોતાના કાર્યક્ષેત્રમાં હર હંમેશ યાદ રાખી કાર્ય કરવા માટે નો સંકલ્પ લીધેલ હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


