Gujarat

રાણપુરની હેત વિદ્યાલયના બાળકોએ ઐતિહાસિક લોથલ ની મુલાકાત લીધી…

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ હેત વિદ્યાલય દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે  અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલા લોથલની અનોખી મુલાકાત કરવામાં આવી હતી. બાળકો ને અલગ જ શિક્ષણની અનુભૂતિ કરાવવામા આવી હતી. ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષય ખુબજ રસપ્રદ રીતે ભાણી શકાય છે તે આ મુલાકાત દ્વારા સ્પષ્ટ થાય છે. અહીં લોથલની મુલાકાત બાદ એક લેકચરનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક દ્વારા લોથલ વિશે અવનવી બાબતો વિશે માહિતી આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓની સાથે સાથે લોથલ ની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ આ અલગ પહેલને બિરદાવવામા આવી હતી.ઐતિહાસિક સ્થળ તથા પ્રકૃતિના ખોળે બાળકોએ અભ્યાસનો આનંદ માણ્યો હતો. ત્યાર બાદ ગણપતિપુરા અને અરણેજ જેવા સ્થળની મુલાકાત પણ કરવામાં આવી હતી.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220905-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *