ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી એસ.કે. ત્રિવેદી ની સુચના તેમજ પોલીસ ઇન્સપેકટર એસ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાણપુર પો.સ્ટે. વિસ્તારમાં ગુન્હાખોરીને અકુંશમાં રાખવા રાણપુર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ- એસ.એચ. ભટ્ટ તથા પી.એસ.આઇ- એમ.આર. પરમાર તથા રાણપુર પોલીસ સ્ટાફના માણસો તથા હેડ કવાર્ટરના માણસો મળી કુલ ૫૮ જેટલા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી રાણપુર પો.સ્ટે. વિસ્તારમાં ગુન્હાખોરી તેમજ ગેરકાયદેસર થતી ખનન પ્રવૃતિ તથા મિલ્કત સંબધી થતી ચોરીઓના બનતા ગુન્હાઓ અટકાવવા વિવિધ જગ્યાએ ચેકીંગ ની કામગીરી કરવામાં આવેલ જેમાં રાણપુર ગ્રામ્ય વિસ્તારની પડતર સીમમાં આવેલ દંગા પડાવ તથા વાડી વિસ્તાર અને આસપાસના ગામડાની વાડી વિસ્તાર અને સીમ વિસ્તાર માં બહારથી આવીને રહેતા લોકોના 32 ડંગા પડાવ ચેક કરવામાં આવેલ,રાણપુર પો.સ્ટે. વિસ્તારમાં આવતી જતી સરકારી એસ.ટી બસમાં બહારના જીલ્લાના મુસાફરી કરતા લોકોને એસ.ટી. બસ માં ચેકીંગ કરી તેમના આધાર પુરવા તથા આઇકાર્ડનુ ચેકીંગ કરવામાં આવેલ, કનારા મિલેટ્રી રોડ ઉપર આવેલ ચેક પોસ્ટ સઘન વાહનચેકીંગ કરવામાં આવ્યુ,રાણપુર પો.સ્ટે. વિસ્તારમાં આવતા ભાદરનદીના કાઠે આવેલ ગામના લોકોની ભાદર નદીમાં ખનીજ ચોરી તથા ભુમાફીયાની કનડગત ફરીયાદ આધારે ખાણખનીજની થતી ચોરી અટકાવવા ભાદર નદીમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ….


