Gujarat

રાણપુરમાં છાસવારે જતી રહેતી લાઈટથી લોકોમાં આક્રોશ,વેપારીઓની ગામ બંધના એલાનની ચિમકી..

સતત લાઈટના ધાંધીયા થી પ્રજા હેરાન પરેશાન,રાણપુર PGVCL કચેરી સામે લોકોમાં સ્વયંભૂ ભભુકતો રોષ …
ગુજરાત સરકાર દ્વારા દરેક ગામને 24 કલાક વિજળી મળે તે માટે સતત પ્રયત્નશીલ છે પણ બોટાદ જીલ્લાના રાણપુર શહેરના લોકો હજી સુધી 24 વિજળી માટે વલખા મારે છે. કારણ કે રાણપુરમાં 24 કલાક માં અસંખ્યવાર વિજળી ગુલ થઈ જાય છે.રાણપુર શહેરમાં લાઈટ ક્યારે જાય અને ક્યારે આવે એ જ નક્કી નથી હોતુ રાણપુરમાં લાઈટના સતત ધાંધિયા થી પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. છેલ્લા 3 મહીનાથી રાણપુર માં લાઈટ ના ધાંધિયા ને લઇને વેપારીઓ તેમજ લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.સમગ્ર દેશ હાલ હરણફાળ પ્રગતી કરી રહ્યો છે અને ૨૧ મી સદીમાં વિકસિત થઈ રહ્યો છે ત્યારે રાણપુર શહેરની 30 હજારની વસ્તી 24 કલાક લાઈટ માટે વલખા મારે છે.છાસવારે ગુલ થતી વીજળી પાછી ક્યારે આવે તે નક્કી જ નથી હોતુ.રાણપુર PGVCL કચેરી દ્વારા કોઈપણ પ્રકારની જાણ વગર લાઈટ કાપવામાં આવે છે.બાળકો અને લોકો ભયંકર બફારા ના કારણે પરેશાન થઈ રહ્યા છે.જ્યારે મોટાભાગના વેપાર-ધંધા-રોજગાર લાઈટ ઉપર ચાલતા હોય છે તેવા લોકોને હાલ ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે.2 વર્ષ પહેલા પણ રાણપુરમાં સતત લાઇટ જતી રેહવાના પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે તે વખતના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ને રાણપુરના આગેવાનો રૂબરૂ રજૂઆત કરી હતી અને રાણપુર અર્બન ફીડર અને દરબારગઢ એ.જે.જી.વાય ફીડર જુદા કરવામાં આવ્યા હતા.જે થોડા સમય લાઈટ રેગયુલર ચાલ્યા બાદ છેલ્લા 3 મહીનાથી દરોજ અસંખ્યવાર લાઈટના જતી રહે છે.જેના કારણે રાણપુરના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ લાઇટના ધાંધિયા નુ ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.નહીતર રાણપુર PGVCL કચેરી વિરૂધ્ધમાં રાણપુર બંધ ના એલાન આપવાની ચિમકી વેપારી મહામંડળ દ્વારા આપવામાં આવી છે…
બોક્સ બનાવવુ👇👇
રાણપુરમાં 3-4 દિવસમાં લાઈટના ધાંધિયા બંધ નહી થાય તો ગામ બંધ નું એલાન આપીશુ:-વેપારી મંડળ ઉપ.પ્રમુખ
 રાણપુરમાં છાસવારે જતી રહેતી લાઈટ ને લઈને રાણપુર વેપાદી મહામંડળના ઉપ પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રાણપુરમાં ગંમે ત્યારે લાઇટ જતી રહે છે.જેના કારણે ગામલોકો અને વેપારીઓ ભારે પરેશાન થાઈ છે.જો ત્રણ-ચાર દિવસમાં લાઈટના ધાંધિયા બંધ નહી થાય તો 50 કરતા વધુ વેપારીઓ બોટાદ મુખ્ય PGVCL કચેરી ખાતે ડી.ઈ.ને રજૂઆત કરી  રાણપુર ગામ બંધ નું એલાન આપવામાં આવશે…
બોક્સ બનાવવુ👇👇
અઠવાડીયામાં લાઈટના પ્રશ્નો નું નિરાકરણ આવી જશે:-બોટાદ જીલ્લા PGVCL અધિક્ષક
 રાણપુરમાં વારંવાર જતી રહેતી લાઇટના પ્રશ્ને બોટાદ જીલ્લા PGVCL ના અધિક્ષક સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર શહેરમાં લાઇટના જવાના પ્રશ્નો હમણા થી બહુ જ આવે છે.હુ તાપાસ કરાવુ છુ વારંવાર કેમ લાઈટ જતી રહે છે.એક અઠવાડિયામાં લાઈટના પ્રશ્ન નું નિરાકરણ આવી જશે….
અહેવાલ-વિપુલ લુહાર,બોટાદ

Screenshot_20220912-224620_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *