Gujarat

રાણપુરમાં જાહેરમાં છરી લઈને ફરતો ઈસમને પોલીસે ઝડપી લીધો

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.એચ.ભટ્ટ ની સુચના મુજબ રાણપુર પોલીસ સ્ટાફના ધર્મેશભાઈ અરવિંદભાઈ તથા નિલેશભાઈ શામજીભાઈ રાણપુર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન રેલ્વે સ્ટેશન રોડ ઉપર મયુર ચશ્મા પાસે પહોચતા એક ઈસમ રેલ્વે સ્ટેશન તરફથી આવી રીક્ષામાંથી ઉતરતા પોલીસને જોઈ છુપાવાની કોશીશ કરતા પોલીસ ને આ ઈસમ શંકાસ્પદ લાગતા ઈસમ ને ઉભો રાખી તપાસ કરતા કમરના ભાગેથી છરી મળી આવતા પોલીસે હરેશ ઈશ્વરભાઈ સાપર રહે.બોટાદ વાળા ઈસમને ઝડપી લઈ તેના વિરૂધ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.જ્યારે આ બનાવની વધુ તપાસ  રાણપુર પોલીસના બી.પી.બારૈયા  ચલાવી રહ્યા છે.ઉપરોક્ત ઈસમ અગાઉ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.379(A),114 ચીલઝડપ નો ગુન્હો દાખલ થયેલ છે તેમજ બરવાળા પોલીસ સ્ટેશનમાં 25(1-B)29 હથીયારધારા નો ગુન્હો દાખલ થયેલ છે આમ રાણપુર પોલીસે છરી લઈને નિકળેલ ઈસમ ને ઝડપી લઈ મોટી ઘટના બનતા અટકાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *