વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો માં વધુ ને વધુ જાગૃતી આવે તે માટે આજરોજ બોટાદ જીલ્લાના રાણપુરમાં વન વિભાગની કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં ફોરેસ્ટર કે.એસ.જોશી તથા ઈન્ચાર્જ ફોરેસ્ટર એમ.જે.પરમાર દ્વારા લોકો ને પર્યાવરણ ની જાગૃતી ને લઈને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને રાણપુર તાલુકાના દરેક લોકો વધુ માં વધુ વૃક્ષો વાવી રાણપુર તાલુકા ને હરીયાળુ બનાવવા મા મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ફોરેસ્ટના કર્મચારી સોહીલભાઈ,સુરેશભાઈ સહીતના કર્મચારી તથા ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દરેક લોકોએ પર્યાવરણ બચાવવા માટે ના સપથ લીધા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
