બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાં નવસર્જન સમિતિના સરપંચના ઉમેદવાર ગોસુભા જીવુભા પરમાર નો ૨ હજાર કરતા વધુ મતો થી ભવ્ય વિજય થતો હતો.ત્યારે આજરોજ રાણપુર ગ્રામ પંચાયત ખાતે મેટાળીયા ની આગેવાનીમાં સરપંચ પદ ગ્રહણ અંગેની બેઠક યોજાઈ હતી.જેમાં સરપંચ તરીકે નવા ચુંટાયેલા ગોસુભા જીવુભા પરમારે ગ્રામજનોની હાજરીમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.જ્યારે રાણપુર ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ તરીકે એકમાત્ર ઉમેદવારી પત્ર હશુબેન મુકેશભાઈ પરમારે(સુરેશભાઈ ભરવાડ)ભરતા તેઓને ઉપ.સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ સરપંચ તથા ઉપ.સરપંચ અને સદસ્યો ના પદ ગ્રહણ કાર્યક્રમમાં નવા સરપંચ ગોસુભા જીવુભા પરમાર તથા ઉપ.સરપંચ સુરેશભાઈ પરમાર(ભરવાડ)ને ગ્રામજનો તથા આગેવાનોએ મોઢુ મીંઠુ કરાવી સાલ ઓઢાડી તથા ફુલહાર પહેરાવી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.તેમજ નવા ચુંટાયેલા ગ્રામ પંચાયતના સદસ્યો ને પણ તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.તથા સરપંચ તરીકે ચાર્જ સંભાળતા ગોસુભા પરમારે જણાવ્યુ હતુ કે આગામી દિવસો માં રાણપુર શહેર ને સ્વચ્છ અને સુંદર બનાવી રાણપુર શહેરના દરેક વિસ્તારમાં નિયમિત સફાઈ,ટાઈમસર પાણી,સ્ટ્રીટ લાઈટ તેમજ જાહેર મુખ્ય માર્ગો ઉપર દિવસમાં બે વાર સફાઈ કરી રાણપુર ને વિકાસ ની એક નવી દિશા આપવામાં આવશે.સરપંચ,ઉપ.સરપંચ અને સદસ્યો રાણપુરના વિકાસ માટે કોઈ કચાસ નહી રાખે રાણપુર નો ઝડપથી વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.વહેલી તકે રાણપુર નંદનવન ગામ બને તેવા કામો કરવામાં આવશે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


