બે દિવસ પંચાયત બહાર રોડ ઉપર સ્ટોલ ઉભો કરી ૧,૫૮,૨૦૦ રૂપિયા એકત્ર કરાયા..
બોટાદ જીલ્લાના રાણપુર પાંજરાપોળમાં હાલ ૧૨૦૦ કરતા વધુ અબોલ જીવો આશ્રય લઈ રહ્યા છે.આ અબોલ જોવો ને સાચવવા માટે દૈનિક ૫૦,૦૦૦ નો ખર્ચ પાંજરાપોળ ને છે.અને રાણપુર પાંજરાપોળ ને એવી કોઈ ખાસ ચોક્કસ આવક ન હોવાથી ૧૨૦૦ અબોલ જીવો નો નિભાવ કરવો ઘણો જ કઠીન બની રહ્યો છે.ત્યારે હાલ તો દાતાઓના દાન ના સહયોગથી અબોલ જીવો નું ભરણપોષણ થઈ રહ્યુ છે.ત્યારે આશરે ૪ વર્ષ પુર્વે ઉત્તરાયણના તહેવાર દરમ્યાન તે વખતના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી અને સભ્યો દ્વારા અબોલ પશુઓના ઘાસચારા માટે પંચાયત બહાર સ્ટોલ ઉભો કરી ફાળો એકત્ર કર્યો હતો.તે પરંપરાને આગળ ધપાવતા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા તથા નવા ચુંટાયેલા સરપંચ ગોસુભા પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ દ્વારા ગ્રામ પંચાયત બહાર જાહેર રોડ ઉપર રાણપુર પાંજરાપોળ ના ૧૨૦૦ અબોલ જીવો ના ઘાસચારા માટે બે દિવસ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો.જેમાં ૧,૫૮,૨૦૦ રૂપિયા એકત્ર થયા હતા જે તમામ રૂપિયા આજરોજ રાણપુર પાંજરાપોળ રૂબરૂ જઈ ટ્રસ્ટીઓને તથા સેવકોને અર્પણ કરવામાં આવેલ.આ સમયે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા,નવા ચુંટાયેલ સરપંચ ગોસુભા પરમાર,પુર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી,સેવાભાવી આગેવાન મુકુંદભાઈ વઢવાણા,નરેન્દ્રભાઈ દવે તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો,ગ્રામ પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ તથા સેવકો દ્વારા તમામ નું મોતીમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતુ અને રાણપુર પાંજરાપોળ દ્વારા રાણપુર ગ્રામ પંચાયતે જીવદયા નું કાર્ય કરવા બદલ ગાય ની પ્રતિમાં અર્પણ કરવામાં આવી હતી.અને તમામ નો આભાર માનવામાં આવ્યો હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
