Gujarat

રાણપુર તાલુકાના દેવગાણા ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમોને ઝડપી પાડ્યા

પોલીસે જુગારની રેડ દરમિયાન રોકડા રૂપિયા રૂ.૧૧૯૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો
બોટાદ જીલ્લા એસ.પી.ડો.કરણરાજ વાઘેલા તથા ડી.વાય.એસ.પી.એસ.કે.ત્રિવેદી દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતી અટકાવવા સુચના આપેલ હોય જે સુચના પ્રમાણે રાણપુર પોલીસે દેવગાણા ગામેથી જુગાર રમતા ૫ ઈસમોને ઝડપી લીધા.
રાણપુર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા તેમજ ASI આઈ.જી.મોરી તથા નિકુંજભાઈ ડાભી તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ પરમાર સહિતના પોલીસ સ્ટાફના માણસો રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાણપુર તાલુકાના દેવગાણા ગામે બસ સ્ટેશન પાસે પહોંચતાં રાણપુર પોલીસને ખાનગીમાં બાતમી મળેલ કે દેવગાણા ગામે  ખરાવાળમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે રાણપુર પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં જુગાર રમતા ૫ ઈસમો પોલીસના હાથે ઝડપાયા હતા જેમાં હરદેવસિંહ રણજીતસિંહ ચુડાસમા રહે.દેવગાણા,મગનભાઈ સવજીભાઈ શેખ રહે.દેવગાણા,મહેન્દ્રસિંહ અજીતસિંહ ચુડાસમા રહે.દેવગાણા,નાથાભાઈ પોપટભાઈ મઘરોલા રહે.દેવગાણા,મહેશભાઈ રાણીગભાઈ ખાચર રહે.સુંદરીયાણા આ તમામ ઈસમો પાસેથી પોલીસે રોકડા રૂ.૧૧૯૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી ASI આઈ.જી.મોરી ચલાવી રહ્યા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *