બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે બીરાજીત શ્રી હનુમાનજી મહારાજનુ પ.પૂ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.વૈદિક મંત્રોથી સંતોએ પૂજન કરાવ્યુ હતુ. તમામ હરીભક્તોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો.કાર્યક્રમ ના અંતે મહાપ્રસાદ લઈ સહુ છૂટા પડ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


