Gujarat

રાણપુર શહેરના મુસ્લિમ સમાજના યુવાને જન્મદિવસ સમઢીયાળા મંદ બુધ્ધિના આશ્રમે ઉજવ્યો….

મકબુલ ખલાણીએ રાણપુર શહેરના ગરીબ પરીવારના બાળકો ને જન્મદિવસ નિમિત્તે કેક ખવડાવી..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરના મુસ્લિમ સમાજના યુવા આગેવાન અને દરેક સમાજ સાથે ખુબજ નાતો ધરાવતા મકબુલભાઈ ખલાણી એ પોતાનો જન્મદિવસ કંઈક સેવાકીય કાર્ય સાથે ઉજવવાનુ નક્કી કર્યુ.આજકાલ યુવાનો પોતાના જન્મદિવસે વિવિધ પ્રકારની ઉજવણી કરી ફેમેલી અને મિત્રો સાથે હજારો રૂપિયા ખર્ચ કરી જન્મદિવસ ઉજવતા હોય છે ત્યારે રાણપુર શહેરના મુસ્લિમ સમાજના યુવાન મકબુલભાઈ ખલાણી એ પોતાનો જન્મદિવસે રાણપુર શહેરના ગરીબ પરીવાર ના બાળકો ને કેક ખવડાવી તેમજ સમઢીયાળા ગામે આવેલ મંદ બુધ્ધીના આશ્રમ ખાતે ઉજવ્યો હતો.મંદ બુધ્ધિ ના આશરે 80 જેટલા લોકો ને ગરમા-ગરમ ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી આજના આ ફેશનેબલ યુવાનો ને એક નવો રાહ ચિંધ્યો હતો.મકબુલભાઈ ખલાણી વર્ષૉથી ગરીબ અને દરીદ્રનારાયણ ની સેવા કરતા આવ્યા છે.ગરીબ લોકોની સેવા કરી લોક ઉપયોગી અને સામાજીક કાર્યો માં અગ્રેસર રહેતા આ યુવાને પોતાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી.દરેક લોકો પોતાના જન્મદિવસે ગરીબ લોકો ને ભોજન કરાવી ગરીબ પરીવારના બાળકો ને કેક ખવડાવી જન્મદિવસની ઉજવણી કરે તેવુ મકબુલભાઈ ખલાણી એ લોકોને અપીલ કરી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220801-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *