156 દર્દીઓએ આંખની તપાસ કરાવી જ્યારે 49 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસબાપુ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જતીનભાઈ શેઠ પરિવાર દ્વારા અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રમણી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. દર મંગળવારે એ.ડી.હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ વિનામૂલ્યે નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આજે 156 દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી જેમાથી 49 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તમામ 49 દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે આ નેત્રમણી કેમ્પ ની અંદર રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટરો તેમજ રાણપુર સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય વામનભાઈ સોલંકી,નરેન્દ્રભાઈ દવે તેમજ ડોક્ટર સુમનભાઈ પુજારા,રાજેશભાઈ શાહ,શૈફુદીનભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને દિપ પ્રાગટ્ય કરીને કેમ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.156 દર્દીઓએ આ વિનામૂલ્યે નેત્રમણી કેમ્પનો લાભ લીધો હતો જેમાં 49 દર્દીઓને ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


