શિક્ષકના લંપટ વેડાથી ફીટકાર
શિક્ષક જગતને શર્મશિર કરતો કિસ્સો પ્રકાશમાં આવતા સર્વત્ર ફીટકાર સાથે રોષની લાગણી,શિક્ષક વિરૂધ્ધ પોસ્કો તથા ૩૫૪ કલમ હેઠળ ગુન્હો દાખલ કરાયો
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલી સરકારી રૂક્ષ્મણીબેન કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાવેદ ચુડેસરા નામના શિક્ષકે એક કુમળી વિધાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલા કરી છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે રોષ સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.
આ અંગે વધારે જાણવા મળતી વિગતો અનુસાર રાણપુર ખાતે આવેલી સરકારી કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાવેદ ચુડેસરા નામના શિક્ષકે શાળાની વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી બિભત્સ ચેનચાળા કરી અને છેડતી કરી હોવાની જાણ વિદ્યાર્થીનીએ તેના પરિવારને જાણ કરતાં તેના પરીવારે રાણપુર પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરતા રાણપુર પોલીસે શિક્ષક જાવેદ ચુડેસરા વિરુદ્ધ પોસ્કો તથા ૩૫૪ કલમ હેઠળ ગુનો નોંધી શિક્ષક ને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે. આમ રાણપુર શહેરમા શિક્ષક જગતને શર્મશિર કરતો કિસ્સો પ્રકાશમાં આવતા સર્વત્ર ફીટકાર સાથે રોષની લાગણી સાથે શિક્ષણ જેવા ક્ષેત્રને લાંછન લગાડનાર શિક્ષક સામે કડક પગલા લેવા માંગ ઉઠવા પામી છે.વધુ મળતી માહીતી પ્રમાણે રાણપુર શહેરમાં સરકારી કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાવેદ ચુડેસરા નામના શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ચેનચાળા કરી છેડતી કરી હોવાની જાણ પરીવારજનોને કરતા પરીવારજનો પોલીસ મથકે પહોચતા લોકોના ટોળા પોલીસ મથકે એકઠા થયા હતા અને આ લંપટ શિક્ષક સામે લોકો રોષ જોવા મળી રહ્યો છે…


