રાણપુર પોલીસ,બરવાળા પોલીસ,LCB P.I,CPI એ રાણપુરમાં નાકાબંધી કરી ઈંગ્લિસ દારૂના જથ્યા સાથે 7 લાખ 54 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો…
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર દ્વારા સમગ્ર બોટાદ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતી નેસ્તનાબુદ કરવાની સુચના આપેલ હોય જેને લઈ જીલ્લા પોલીસ અધિક્ષક કીશોર બળોલીયા,વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવળની સુચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિધાનસભા ચુંટણી ને લઈને પેટ્રોલિંગ કરી રહ્યા હતા.બાતમી ને આધારે રાણપુર શહેરમાં બરવાળા ચોકડી રેલ્વે ફાટક પાસે રાણપુર પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ઈંગ્લિશ દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી ઝડપી લીધી.જ્યારે પોલીસ ને જોઈએ ફોર્ચ્યુનર ગાડી ચાલક ગાડી મુકી નાશી ગયેલ અને પોલીસે ગાડીમાં તપાસ કરતા ફોર્ચ્યુનર ગાડીમાંથી વિદેશી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગે વધુ મળતી માહીતી મુજબ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ટી.એસ.રીઝવી,LCB ના ઈન્ચાર્જ પી.આઈ.એસ.બી.સોલંકી,રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા,બરવાળા પોલીસ સ્ટેશનના PSI વી.સી.ભરવાડ,રાણપુર ASI હીરેન ગઢવી,પ્રદિપસિંહ ગોહિલ,ગોબરભાઈ મેવાડા,નિલેશભાઈ પરમાર,ગોવિંદભાઈ સાંબડ,બરવાળા પોલીસના અજીતભાઈ ભોજક સહીતના પોલીસ કાફલા એ રાણપુરમાં નાકાબંધી કરી ફિલ્મીઢબે પોલીસે પીછો કરી રાણપુર શહેરમાં બરવાળા ચોકડી પાસેથી ફોર્ચ્યુનર ગાડીમાંથી ઈંગ્લિશ દારૂની 590 બોટલ કીંમત રૂ.2,54,860 તથા કાળા કલરની ફોર્ચ્યુનર ગાડી કીંમત 5,00,000 લાખ મળી કુલ 7,54,860 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે…

