Gujarat

રાણપુર શહેરમાં ભાજપનુ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયુ

પુર્વ ધારાસભ્ય ભરત પંડ્યા,ટેક્ષપીન બેરીંગ કંપનીના ચેરમેન અને ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા,ગુજરાત સોની સમાજના આગેવાન શશીકાંતભાઈ સોનીના વરદ હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાયુ…
૫૯ ધંધુકા વિધાનસભાના રાણપુર શહેરમા રાણપુર શહેરના મધ્યસ્થ કાર્યાલય નો ઉદ્ઘાટન કાર્યક્રમ આજરોજ યોજાયો. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. આગામી તારીખ ૧-૧૨-૨૦૨૨ અને  ૫-૧૨-૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજનાર છે જેમાં ૫૯ ધંધુકા વિધાનસભા મતવિસ્તારમાં બીજા તબક્કામાં ચૂંટણી યોજનાર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધંધુકા વિધાનસભામાં જોરશોર થી ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભીને જીતાડવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ રાણપુર શહેરમાં ધંધુકા વિધાનસભા મતવિસ્તારના રાણપુર શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાના વરદ હસ્તે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ હાલ તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં જોર જોરથી પ્રચાર કરી રહ્યા છે અને વિવિધ સ્થળો પર કાર્યલયો ખોલી રહ્યા છે ત્યારે રાણપુર શહેરમાં શહેર ભાજપ સંગઠનના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા તેમજ રાણપુર શહેરમાં આવેલ વિશ્વવિખ્યાત ટેક્સપીન બેરિંગ કંપનીના ચેરમેન અને ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા,ગુજરાત સોની સમાજના આગેવાન શશીકાંતભાઈ સોની ના હસ્તે રાણપુર શહેરમાં મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ સમયે રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના ભાજપના વરિષ્ઠ આગેવાનો વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા શહેરમાં ગીબરોડ પર જગદીશભાઈ પંડ્યા ના દવાખાના પાસે શહેરનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20221126-134332.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *