Gujarat

રાધનપુરની ક્રિશ્ના હેરીટેઝ સોસાયટીમાંથી ૧.૨૧ લાખના રોક્ડ અને દાગીનાની ચોરી

પાટણ
રાધનપુરમાં આવેલી ક્રિશ્ના હેરીટેઝ સોસાયટીમાં આવેલા મકાન નં. બી-૮૪માં રહેતા અને મૂળ સાંતલપુરના વારાહીના વતની અને અહીં વેપાર કરતા હાર્દિક કુમાર પોપટલાલ રઘુરામ ઠક્કર અને તેમનાં પરિવારના સભ્યો પોતાના ઘરની અગાસીમાં સુતા હતા. પરંતુ નીચેનાં માળનો દરવાજાે બંધ કરવાનો રહી ગયો હતો અને ઘરમાં પડેલી તિજાેરીને લોક નહોતું. જેમાં વારાહી ખાતેની દુકાને જવા માટે રોજિંદા ક્રમ પ્રમાણે હાર્દિકભાઈ સવારે ૬ વાગ્યે ઉઠીને નીચે આવીને રૂમમાં જાેતાં તેમની તિજાેરીના દરવાજા ખુલ્લા અને સામાન વેરવિખેર પડ્યો હતો. તેમણે તિજાેરીમાં તપાસ કરતાં તિજાેરીમાંથી સોનાનો ૨૦ ગ્રામનો રૂ. ૫૦ હજારનો દોરો, રૂ. ૮૫૦૦ની કિંમતની સાડા ત્રણ ગ્રામની સોનાની બુટ્ટી, રૂ. ૫ હજારની ચાંદીની ૧૬૦ ગ્રામની ચાર નંગ તોડી અને રૂ. ૨૦ હજારની રોકડ રકમ મળી આવી નહોતી. જેની જાણ આસપાસનાં લોકોને થતાં તેઓ પણ આવી ગયા હતા. આ સિવાય સોસાયટીમાં જ રહેતા દર્શનાબેન કલ્પેશભાઈ રાવલના મકાનમાંથી પણ ઇસમો રૂ. ૪૦ હજારની મતાના સોના-ચાંદીનાં દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધ્યો હતો.રાધનપુર શહેરમાં આવેલી ક્રિષ્ના હેરીટેઝ સોસાયટીના બે મકાનમાંથી ચોર શખ્સો રૂ. ૧ લાખ ૨૧ હજાર ૫૦૦ની મતાના રોકડ-દાગીનાની ચોરી કરી ગયા હતા. જેમાં ઘરના સભ્યોને ઘરની અગાશીમાં સૂતાં મૂકી તસ્કરો રોકડ તેમજ દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા.

1.21-lakh-cash-jewelery-theft.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *