ભુજ
રાપરના નીલપર ગામના રાકાણી વાડી વિસ્તારમાં ખુબડી માતાજીનાં મંદિર પાસે રહેતા અરજણ કુંભા મકવાણા માદક પદાર્થ રાખી વેચાણ કરતો હોવાની મળેલી બાતમીના આધારે ત્યાં દરોડો પાડી તેના કબજામાંથી રૂ.૯.૭૬.૩૫૦ની કિંમતનો ૬૫.૯ કિલોગ્રામ ચરસ, રૂ.૨,૩૫,૮૭૦૨ની કિંમતનો ૨૩.૫૭૮ કિલોગ્રામ ગાંજાે અને રૂ.૧૨૦૦ની કિંમતનો ૦.૪૦૦ કિલોગ્રામ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હર્તો આ માદક પદાર્થ બાબતે પ્રાથમિક પુછપરછમાં તેણે કબૂલાત આપી કે, ચરસનો જથ્થો બિહાર રહેતું દંપતિ કૃણાલ ઉર્ફે સુજાનસિંહ અને તેની પત્ની આપી જતા હતાં અને ગાંજાનો જથ્થો રાજસ્થાનનો બાંસવાડામાં રહેતો રાજુ બાબા નામનો ઇસમ આપી જતો હતો. ઉલ્લેખનીય છે કે હાલ કચ્છના દરિયાઇ સીમા પ૨ ડ્રગ્સ મળવાનાં સિલસિલા વચ્ચે રાપરનાં નિલપરથી માદક પદાર્થનો જથ્થો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.ભારતમાં યુવાનોને બરબાદ કરવા ડ્રગ્સનો જથ્થો કચ્છ સીમાએથી ઘૂસાડવામાં આવતો હોવાનો સિલસિલો જારી છે તેની વચ્ચે સરહદી રાપર વિસ્તારના નિલપર ગામના વાડી વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને ચરસ, ગાંજાે અને પોષડોડાનાં મોટી રકમના જથ્થા સાથે એકને પકડી લેતાં વાગડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
