Gujarat

રાપરમાં સેવાકીય પ્રવૃત્તિ કરનાર જલારામ ગ્રુપનો 10 માં વર્ષમાં મંગલ પ્રવેશ…

  ગિરગઢડા તા 27
   ભરત ગંગદેવ..
રાપર નગરમાં સેવાકીય પ્રવૃતિ કરતાં જલારામ ગ્રુપ નો આગામી તા 1-6-22 ના નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશ કરશે. આજથી નવ વર્ષ પહેલા માત્ર 4 સભ્યોથી શરૂ કરેલા આ ગ્રુપમાં વિવિધ જ્ઞાતિના સો જેટલા સભ્યો સ્વૈચ્છાએ જોડાઈને રાપર અને આજુબાજુ ના ગામોમાં સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. આ ગ્રુપમાં સભ્યો માસિક 200 રૂપિયાનો ફાળો આપે છે અને તેમાંથી સેવાની વિવિધ પ્રવુતિઓ થઈ રહી છે. આ ગ્રુપના સ્થાપક શૈલેષભાઇ ભિન્ડે ગ્રુપ વિશે વાત કરતાં જણાવ્યું કે નવ વર્ષ પહેલા શરૂ થયેલ ગ્રુપ દ્વારા રાપર તથા તાલુકામાં આવેલ છાત્રાલય ના વિધાર્થીઓને સમયે સમયે નાસ્તાનું આયોજન, કૂતરાને લાડવા, ગાયોને ચારો, પક્ષીઓને ચણ, ઉનાળામાં પછાત વિસ્તારમાં ચંપલ ઠંડી ની સીઝનમાં ધાબળાનું વિતરણ, દિવાળી, સાતમ આઠમના તહેવારોમા મીઠાઈ -ફરસાણનું વિતરણ, જરૂરિયામદોને રાશનકીટ અને મેડિકલ સારવાર, શૈક્ષણિક વર્ષ ની શરૂઆત માં રાહતદરે નોટબુક વિતરણ, ત્રણ વખત નેત્ર યજ્ઞનું આયોજન, ત્રણ વખત બ્લડ ડોનેશન કેમ્પ, બે વખત સંતવાણી ના કાર્યક્રમ, તેમજ જુદી જુદી સંસ્થાના બાળકોને બે વખત વીરપુર અને ખોડલ ધામ નો પ્રવાસ, ગ્રુપ ના સ્થાપના દિવસે એક મોટો કાર્યક્રમ પણ જોડાય છે જેમાં રાપર અને તાલુકાના છાત્રાલયોના અંદાજિત 1000 વિધાર્થીઓનું સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભોજન સાથે સ્નેહમિલન પણ યોજાય છે.કોરોના ના કપરા સમય ગૂપ દ્વારા ઓકશીજન ના સીલેનડર ની વ્યવસ્થા કોરોના દર્દીઓ  માટે કરાઈ હતી. તો લોક ડાઊન સમય પછાત એરીયા દરોજ સાંજે 300 જેટલા ઝણ ને ભોજન ની વ્યવસ્થા કરાઈ હતી.. ગુપ દ્વારા પર્યાવરણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પક્ષીઘર અને પાણીના કુંડાનું વીતરણ પણ કરવામાં આવેછે.. ગ્રુપ ના દરેક સભ્યો રવિવારે બપોર પછી જુદી જુદી પ્રવૃતિઓ કરે છે. આગામી પ્રોજેક્ટમાં જો કોઈ સાર્વજનિક જગ્યા મળે તો દર રવિવારે ખીચડીઘર બનાવવાની ઈચ્છા જણાવી હતી. આ ગ્રુપમાં શૈલેષભાઇ ઉપરાંત નયન સુરૈયા, હરેશ મજીઠીયા, કૃપાલસિંહ, ડાયાભાઇ ઠાકોર, રાહુલ સોમેશ્વર, કૃપેશ ગંધા, જગદીશ મહારૂડા વગેરે સહકાર અને સહયોગ આપી રહ્યા છે…..

IMG-20220526-WA0437.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *