Gujarat

 રાપર લોહાણા મહાજન તેમજ વી.એચ.પી.અને હિન્દુ યુવા વાહિની દ્વારા શ્રી રામ નવમી અને શ્રી હરી જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

ગિરગઢડા
   ભરત ગંગદેવ…
     મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મોત્સવ એટલે રામ નવમી તેમજ પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં સવારે વિશાળ બાઈક રેલી દરિયાસ્થાન મંદિર થી પ્રસ્થાન થઇ શહેર ના મુખ્ય માર્ગો પર ફરતા સમગ્ર શહેર “જય શ્રી રામ” નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.તેમજ સાંજે ચાર વાગ્યે ભવ્ય શોભાયાત્રા દરિયાસ્થાન મંદિર થી પ્રસ્થાન થઇ શહેર ના મુખ્ય માર્ગ માલી ચોક,દેનાબેંક ચોક,સેલારીનાકા અને માંડવી ચોક થઇ પરત દરિયાસ્થાન મંદિરે પહોંચી હતી.ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ માં એકલધામના મહંતશ્રી યોગી દેવનાથ બાપુ,સ્વામિનારાયણ મંદિર ના સંતશ્રી કે.પી.સ્વામી, ભક્તિવેદાંત સ્વામી,જગદીશભાઈ જોષી,રાપર લોહાણા મહાજન ના પ્રમુખશ્રી રાજેશભાઈ ચંદે, મહામંત્રી પ્રભુલાલ રાજદે,ઉપપ્રમુખ વસંતભાઈ આદુઆણી,વિપુલભાઈ રાજદે,જયેશ મજીઠીયા,પારસ માણેક,પ્રફુલ ચંદે,દરિયાસ્થાન મંદિરના ટ્રસ્ટી રસિકલાલ આદુઆણી, ભોગીલાલ મજીઠીયા,મુકેશભાઈ ઠક્કર,દિનેશ ચંદે,કાંતિલાલ નાથાણી,શૈલેષ ભીંડે,જગુભા જાડેજા,ભરત મસુરીયા,ઉમેશ સોની, દિનેશ સોની,જયરામ પટેલ, વિનોદભાઈ દાવડા રાપર લોહાણા મહિલા મંડળના સરસ્વતીબેન ચંદે, ધનગૌરી પંડિત, વસંતીબેન ચંદે, ભાવનાબેન ભીંડે ઊપસ્થિત રહ્યા હતા.
         આ કાર્યક્રમ દરમિયાન જલારામ ગ્રુપ દ્વારા ઠંડાપીણા તેમજ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા છાસ – પાણી ની વ્યવસ્થા રાખવામા આવી હતી.
          આ સમગ્ર કાર્યક્રમની જહેમત રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીંડે,મહામંત્રી જય ચંદે,ઉપપ્રમુખ  ભાવિક કોટક,મેહુલ રૈયા,મેહુલ રામાણી,વિશાલ મીરાણી,દશરથ માણેક,વિવેક પુજારા,અલ્પેશ ભીંડે,હિતેશ મજીઠીયા,સૌમ્ય પુજારા,ધવલ ગજ્જરીયા,મેહુલ માણેક,કિશન સેજપાલ,જયદીપ માણેક,જયદીપ રૈયા,હાર્દિક સેજપાલ, કાર્તિક કોટક,ભાવેશ રામાણી, પ્રકાશ સાયતા,અર્જુન પલણ, સોની યુવક મંડળના પ્રમુખ કેતન સોની,અજય સોની, યશ સોની,કરણ સોની,તેજસ સોની, ભરવાડ યુવા સમાજના શૈલેષ ભરવાડ,ભગવાન ભરવાડ, લાલજી ભરવાડ,ગેલાભાઇ ભરવાડ, પપુભાઈ ભરવાડ,પરબત ભરવાડ, દરજી સમાજના યોગેશ દરજી, વિપુલ દરજી,કૃપેશ દરજી, બ્રાહ્મણ સમાજના
યશ રાજગોર, શૈલેષ પંડ્યા,અલ્પેશ જોશી,દશનામ ગોસ્વામી સમાજના દેવ ગોસ્વામી,નિખિલ ગોસ્વામી,કિશોર ગોસ્વામી, મહેન્દ્રગીરી, વાળંદ સમાજના સવજીભાઈ વાળંદ, પપુભાઈ વાળંદ તેમજ પાબુદાદા યુવા ગ્રુપે જહેમત ઉઠાવી હતી. તેવું રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીંડે તથા મહામંત્રી જય ચંદે ની યાદી જણાવે છે.

IMG-20220413-WA0289.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *