Gujarat

રામપુરા લાટમાં લગ્ન પ્રસંગે કપડા ના બદલે રામાયણ જેવા ગ્રંથ આપવાની નવીન પહેલ કરાઈ.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
શસ્ત્રેણ રક્ષિતે રાષ્ટ્રે શાસ્ત્રપૂજા ભીધિયતે.
સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિને  જીવંત રહેવા માટે સજ્જનો પાસે મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી હોવી જ જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા ના રામપુરા લાટ ગામમાં મુકેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલે સમાજ સમક્ષ એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમના ચિરંજીવી પુત્ર જયના લગ્ન તા- ૯ અને ૧૦ ના રોજ હતા. જેમાં મોસાળામાં  વળતર રૂપે તેમણે બધા જ સગાં વહાલાંને મહાસરસ્વતી અર્થાત આપણા પ્રાચીન વારસો જેમ કે રામાયણ, મહાભારત, હરિવંશ ના રૂપમાં ઉપહાર સ્વરૂપ આપ્યા હતા.
સાથે સાથે મા ઉમિયા ના પ્રતીક રૂપે દરેક સગા-સંબંધીઓને અને ગ્રામજનોને તલવાર ભેટ કરી હતી. અને મહાલક્ષ્મીના પ્રતીક રૂપે ચાંદીના સિક્કા આપ્યા હતા.
લગ્નોમાં જ્યાં આજકાલ મોસાળામાં વળતર રૂપે ધાબળા-શાલ અને કવર આપવાનું જ ચલણ છે ત્યારે  મુકેશભાઈની આ નવી પહેલ સમાજ માટે ઉદાહરણ રૂપ છે.
ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ દાદાજીના વિચારો સાથે, સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે ગત 27 વર્ષથી જોડાયેલા છે

IMG-20220213-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *