Gujarat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું

વડોદરા
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્મા પૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, વડોદરાના મેયર કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અગાઉ કોવિંદજી જ્યારે બિહારના રાજ્યપાલ હતા ત્યારે સયાજી સ્મૃતિના એક કાર્યક્રમ નિમિત્તે વડોદરા આવ્યા હતા. જે તે વખતે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી.જાે કે વડોદરામાં તેમનો કોઈ કાર્યક્રમ નથી. આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંઘ, કલેકટર અતુલ ગોર દ્વારા પણ મહેમાનોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર (નર્મદા) ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.

Chief-Justice-of-the-Supreme-Court-in-Gujarat-with-President-Ramnath-Kovind.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *