Gujarat

રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓની સતર્કતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ

વલસાડ
સુરતના ચલથાણ રેલવે ફાટક પાસે ટ્રેનના એન્જીન અને ફાટકમાં આવી પહોંચેલા એક ટ્રક સાથે ટ્રેનના એન્જીનનો અકસ્માત થયો હતો. જેની જાણ વલસાડ રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને થતા તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી દુર્ઘટના યાન, આરોગ્ય વિભાગની ટીમ, રેલવે પોલીસની ટીમ, ટેક્નિકલ સ્ટાફ, મિકેનિકલ સ્ટાફ સહિત રેલવેના વિવિધ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. જાેકે, દુર્ઘટના યાન શરૂ થાય તે પૂર્વે રેલવે વિભાગ દ્વારા મોકડ્રિલ હોવાની જાણ કરવામાં આવતા રેલવે અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓમાં રહેલી સતર્કતા ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝીણવટ ભરી નોંધ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી અને મોકડ્રિલ બાદ સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલો સુધારવા કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.સુરતના ચલથણ રેલવે ફાટક ઉપર અચાનક ટ્રક આવી જતા ટ્રક અને ટ્રેનના એન્જીન વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગને થતા વલસાડ રેલવે વિભાગે દુર્ઘટના યાન રવાના કરવા તૈયારી હાથ ધરી હતી. જાેકે, રેલવેના અધિકારીઓએ મોકડ્રિલ યોજી હોવાનું જાણ થતાં રેલવે કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આ ઘટનાને લઈ રેલવે કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંની નોંધ લેવાઈ હતી. મોકડ્રિલ દરમિયાન કરવામાં આવેલી ભુલોની સમીક્ષા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *