Gujarat

રોડ અકસ્માતમાં ઇજા પામનારને જીવ બચાવી લેતી ઝોઝ પોલીસ

આજ રોજ ઝોઝ પોલીસ સ્ટેસન વિસ્તારમાં  ૨૦૨૨ની વિધાન સભા ચુટણીને અનુલક્ષીને પોલીસ સ્ટેસન વિસ્તારના મંડલવા,ગુડા,ડોલરીયા તથા જામલી ગામે ફ્લેગ માર્ચમાં હતા તે દરમ્યાન ઝોઝ થી કેવડી  તરફ જવાના મેન હાઇવે રોડ ઉપર લિંબાણી થી આગળ રોડ ઉપર જતા દહોદ જીલ્લા ના ધાનપુર તાલુકાના મોટીમલુ ગામના લાલાભાઇ ખુમલાભાઇ મગનભાઇ મેડા નાઓ તેઓની માલિકીની મોટર સાયકલ લઈ તેઓના ઘરેથી બોડેલી ઇટોના ભઠ્ઠામા મજુરી કામ અર્થે આવતા હતા તે દરમ્યાન ઘોળીસામલ ગામે રોડ ઉપર તેઓની મોટર સાયકલ અચાનક રોડ ઉપર સ્લીપ ખાય જતાં રોડ ઉપર પડતા ગંભીર ઈજાઓ થતાં રોડ ઉપર પડેલ તે દરમ્યાન ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પી.એચ.વસાવા નાઓ તથા સ્ટાફના માણસો સાથે ધોળીસામેલ ગામે રોડ ઉપર થી પસાર થતા રોડ ઉપર પડેલ માણસને ૧૦૮ એમ્બ્યુલન્સને પરવાહ કર્યા વિના પોલીસ સરકારી વાનમા તાત્કાલીક ઇજા પામનારને ઝોઝ સરકારી દવાખાને લાવી સારવાર કરાવી જે માનવતાની કામગીરી કરી ઇજા પામનારનો જીવ બચાવેલ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221123-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *