Gujarat

લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ કિં.રૂ.૨,૨૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ
જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય
આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૨ ના શરૂ રાત્રિના લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, લીલીયા તાલુકાના સલડી ગામે સ્મશાન પાસે બે ઇસમો ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરફેર કરે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ, પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપી*
(૧) વિશાલ સુરેશભાઇ પરમાર, ઉ.વ.૨૫, રહે.સલડી, તા.લીલીયા, જિ.અમરેલી (૨) કલ્પેશ વિષ્ણુભાઇ જોષી, ઉ.વ.૨૯, રહે.લીલીયા, રેલ્વે સ્ટેશન પાસે, તા.લીલીયા જિ.અમરેલી
*પકડવાનો બાકી આરોપી*
જગુ વાલાભાઇ વાળા, રહે.લાલાવદર તા.જિ.અમરેલી.
*પકડાયેલ મુદ્દામાલ*
ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની અલગ-અલગ બ્રાન્ડની, ૭૫૦ મીલીની બોટલ નંગ-૪૦, કિં.રૂ.૧૮,૨૦૦/ તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ.૯,૦૦૦/- તથા TOYOTA ETIOS ફોર વ્હીલ રજી.નંબર GJ-18-AM-6576 કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૨૭,૨૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG_20220812_134054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *