આજ રોજ તા.૬/૫/૨૨ ના રોજ સવારે ૧૦ કલાકે લીલીયા ગ્રામ પંચાયત દ્વારા નીચે ના રૂમ માં આયુષ્યમાન ભારત યોજનાં ની ઓફીસ (કાર્યાલય) નું ઉદ્ઘાટન લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ વિલાસ બેન બહાદુર ભાઈ બેરા ના વરદ હસ્તે કરવામાં આવ્યું ગણપતિ પુંજન ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત ના વરદ હસ્તે કરવા માં આવ્યું દીપ પ્રાગટય સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા કરવા માં આવેલ આયુષ્યમાન ભારત કાર્યાલય માં આયુષ્ય માન કાર્ડ કાઢવા માં આવશે તેમજ લીલીયા ગ્રામજનો આવક ના દાખલા કાઢી આપવા માં આવશે આ સરાહનીય કામગીરી થી લીલીયા ગામ માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે તેમ ઘણા લોકો એ ટેલિફોન દ્વારા સરપંચ શ્રી અને સદસ્યો ને કામગીરી અંગે બિરદાવેલ આ તકે ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા તા.પ.પ્રમુખ શ્રી વિલાસ બેન જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી સરપંચ જીવન ભાઈ વોરા વિજયભાઈ શેખલીયા વિજય કોગથિયા શબ્બીર દલ એડવોકેટ કિશોરભાઈ પાઠક ચોકત ભાઈ હરિભાઈ રૂપા ભાઈ ભરવાડ પ્રવીણ બાપુ રાજુભાઈ ભેડા વેપારી મંડળ પ્રમુખ અરજણ ભાઈ ધામત રાજુ શેખલીયા અશોકભાઈ વિરાણી અરવિંદભાઈ માળવીયા મહેન્દ્રભાઈ ડોબરીયા લખું ભાઈ શીંગાળા તથા ગ્રામ જનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


