લીલીયા મોટા ના સિવિલ હોસ્પિટલ આવેલ રોડ પર છેલ્લા ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટ ન હોવા થી દવાખાને જતાં લોકો ને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય જેની જાણ લીલીયા ગ્રામ પંચાયત સદસ્યા ભાનું બેન પી બગડા ને થતા ગત તા.20/12/22 ના રોજ મળેલ ગ્રામ પંચાયત ની મિટિંગ માં પ્રશ્નો તેમજ અન્ય પ્રશ્નો ની લેખિત રજૂઆત કરતા તેમજ સિવિલ પ્લોટ માં જવા ના રસ્તા પર બાવળો ઘટા ઘોર થય ગયા ત્યાં અકસ્માત થવા ની ભીતિ હોય જેમની પણ લેખિત રજૂઆત કરતા આ બન્ને પ્રશ્નો લીલીયા ગ્રામ પંચાયત ના સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા હલ કરી લોકો ને પડતી અગવડતા ને દુર કરેલ ત્યારે લોકો માં સરપંચ તેમજ ભાનું બેન બગડા ની કામગીરી ને બિરદાવી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


