Gujarat

લીલીલાગણી ભીના ભાવથી સંવેદનાના સુર રેલાવું છું

“લીલી લાગણી ભીના ભાવ “મારો પ્રથમ વાર્તા સંગ્રહ આપની સમક્ષ મુકતા. હું  હર્ષની લાગણી અનુભવું છું .અનહદ આનંદ સાથે મને વિશ્વાસ છે કે વાંચક વર્ગ પ્રેમથી આ વાર્તા સંગ્રહને આવકારશે .આ વાર્તા સંગ્રહમાં કેટલીક કાલ્પનિક વાર્તાઓ છે. કેટલીક આજુબાજુના વાતાવરણથી પ્રભાવિત છે. જોયેલું જાણેલું અને વાંચેલું પણ વાર્તામાં વણી લીધેલું છે.બે વાર્તાઓ “ઋણાનુબંધ” અને
” કન્યાદાન “મારા વ્યક્તિગત જીવનને આંશિક સ્પર્શે છે,તેમાં આંશિક  સત્યાભાસ ની સુગંધ છે.રૂપ અલગ હોઈ શકે. પણ ઘણીવાર લાગણીઓના સબંધ લોહીના સંબંધોથી પણ ઉપર જાય છે જ તેઓ મારો અનુભવ કહે છે.મારી આ બે વાર્તાઓ લાગણી અને સંવેદનાસભર સંબંધોની સુગંધ રેલાવી જાય તેવી છે.
મારી વાર્તાઓ દ્વારા હું
સંબંધોમાં સુગંધ રેલાવું છું,
તૂટતા સંબંધોનું જોડાણ કરાવું છું. લીલીલાગણી ભીના ભાવથી સંવેદનાના સુર રેલાવું છું.
  તૂટેલા હૈયાને દિલાસો આપી, નવી આશાનો સંચાર કરાવું છું. હૃદય પર પડેલા અસહ્ય ઉઝરડાઓને ,મલમ લગાવી પ્રેમથી પંપાળું છું.
   એમ તો હું બી.કોમ.ની  વિદ્યાર્થીની હતી.છતાં સાહિત્યમાં લગની લાગી હતી. કોલેજકાળમાં ખૂબ જ કવિતા, નાટકો ,વાર્તા મુક્તક લખતી અને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ મેળવ

IMG-20221123-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *