ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં થર્ડ ગુ.ર.નં-૧૭૭/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ ઇ,૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર ટાઉન બસ સ્ટેન્ડ પાસે આવેલ છે જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા બાતમી મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર