Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર દ્વારા ગોત્રી જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રીસીટીના ગુનામાં આશરે છેલ્લાં સાત વર્ષથી પકડવાના બાકી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ  જે. પી. મેવાડા ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમી હકીકત આધારે ગોત્રી જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૭૧૯૧/૨૦૧૫ ઇલેક્ટ્રીસીટી એક્ટ ૧૩૫ (૧) મુજબના ગુનાના કામે પકડવાના બાકી રહી ગયેલ આરોપીને છોટાઉદેપુર શહેર પેટ્રોલ પંપ ચોકડી મ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221008_160054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *