ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ… જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુસંધાને એલ સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કડીલા ગામ પાસેથી એક ટાટા મેજીક ગાડીમાં ભરી લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૩૩૫ કિ.રૂ.૬૨,૬૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી બોડેલી કે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


