Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં માથી કિં.રૂ.૩૧,૫૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ… જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્યા. પોલીસ  ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે એસ.ટી ડેપો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિ.રૂ.૩૧,૫૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220920_210217.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *