Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા પ્રોહિબિશનના ગુનાના કામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે, આગામી સમયમાં મિલકત સંબંધી, પ્રોહીબીશન સંબંધી તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવી તેમજ છોટાઉદેપુર જીલ્લામાં ઝઘડો તકરાર કરી જાહેર સુલેહ શાન્તિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ .
                     જે અનુસંધાને આ કામના સામાવાળા વિનુભાઈ રામુભાઈ માથાસુરીયા (દેવીપૂજક) રહે.ડોળીયા, વાઘારીવાસ, તા.સાયલા જી. સુરેન્દ્રનગર નાની વિરૂદ્ધમાં (૧) જેતપુર પાવી પો.સ્ટે. થર્ડ(સી) પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૩૨૦૦૬૩૭/૨૦૨૦ પ્રોહી કલમ- ૬૫ એ ઇ, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ ગુનો નોંધાયેલ હતો જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર નાઓને મોકલી આપેલ જે આધારે સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાને આજરોજ તા.૧૫-૧૨-૨૦૨૨ ના પાસા હેઠળ અટકાયત કરી “ નવસારી મધ્યસ્થ ” જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221216-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *