Gujarat

લોકશાળા ખડસલીનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનો સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામે સુંદર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે એન. એસ. એસ પ્રોગ્રામ ઓફિસર ગોવાભાઈનાં માર્ગદર્શન હેઠળ એન. એસ શિબીરનુ સુંદર આયોજન..

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
ખોડીયાણા ગામે લોકશાળા ખડસલી દ્રારા યાયોજિત NSS કેમ્પનો  પ્રારંભ તારીખ ૭/૩/૨૨ ના રોજ ખોડિયાણાના  મોર પરિવારના માતાજીના મઢે કરેલ
કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દિપકભાઈ માલાણીએ શુભારંભ કરેલ. આ પ્રસંગે જી પ ના સદસ્ય શ્રી લાલભાઈ મોર તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શરદભાઈ ગૌદાની સંસ્થાના નિયામક સંજયભાઈ ભાવસાર  ખોડિયાણાના સરપંચ કાનજીભાઈ બગડા આંબરડીના સરપંચ પ્રેમજીભાઈ બગડા સદસ્ય જીજ્ઞેશભાઈ બગડા, પુર્વ ઉપ સરપંચ બાવસંદ ભાઈ શાળાના આચાર્ય શ્રી નાનજીભાઈ મકવાણા .ગોવાભાઈ ગાગદિયા  અને ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા. આ એન. એસ. એસ. કાર્યક્રમ અંતર્ગત ગ્રામ સફાઈ, શાળા સફાઈ, જેવા સમાજોપયોગી કાર્યો કરવામાં આવેલ. તારીખ ૧૦ ને ગુરુવારના રોજ અહીં ખોડિયાણા મુકામે જ સાવરકુંડલા શહેરમાં આવેલ  લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના આરોગ્ય તબીબોની ટીમ દ્વારા ગામનાં વિવિધ પ્રકારના દર્દોથી પિડાતા લોકો માટે નિદાન સારવાર કેમ્પનુ પણ આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં ખાસકરીને શરદી, ઉધરસ, તાવ શ્ર્વાસને લગતાં રોગો, આંખ દાંતની તકલીફ, પેટનાં દર્દો, સાંધાના દુખાવા, કેન્સર, ગુમડા રસી થવી અને
બી. પી. (હાઈબીપી) ને લગતાં રોગોનું નિદાન કુલ ૨૯૦ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આમ એન. એસ. એસ. પ્રવૃત્તિ એટલે ખરેખર લોકોને ઉપયોગી થવાનું કાર્ય છે તે પણ આ તમામ કામગીરી જોતાં સાબિત થયું હતું.. એન. એસ એસ શિબિરાર્થીઓએ તમામ તબીબી કર્મચારીગણને ખૂબ જ ભાવ અને સ્નેહથી ભાવતાં ભોજનીયા પિરસી અહીં પધારેલ તમામ માનવંતા તબીબી કર્મચારીઓના દિલ પણ જીતી લીધા હતાં. સમગ્ર એન. એસ. એસ શિબીરનુ આયોજન અને સંચાલન એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર લોકશાળા ખડસલીના આદર્શ શિક્ષક ગોવાભાઈ દ્વારા કરવામાં આવેલ છે..

IMG-20220311-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *