Gujarat

લો બોલો: મોટા ઉપાડે ગૌચરમાં દબાણ હટાવવા દોડી આવેલા અધિકારીઓ જમીનનું માપ ન હોવાથી પરત ફર્યા

રાણપુર શહેરમાં ગૌચરની જમીન પર દબાણ હાટાવવાની કામગારી તંત્રએ એકાએક બંધ કરી…
આગામી સમયમાં વિધાનસભા ની ચુંટણી આવતી હોય રાજકીય નેતાઓનુ અધિકારીઓ ઉપર પ્રેશર આવ્યુ હોવાની ચર્ચા,ડી.આઈ.એલ.આર.શાખા દ્વારા માપણી કર્યા બાદ દબાણ દુર કરાશે..
  બોટાદ જીલ્લાના રાણપુર શહેરની આજુબાજુમાં ૧૫૦૦ વીઘા જમીન ઉપર વર્ષોથી થયેલુ દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા મોટા ઉપાડે શરૂ કરવામાં આવી હતી.તે દરમ્યાન પહેલા દિવસે ૧૫૦ વીઘા ગૌચરમાંથી દબાણ દુર કરી દેવામાં આવ્યુ હતુ.અન બીજા દિવસે દબાણ હટાવવાનુ શરૂ કરાયા બાદ બપોરનાં એક વાગ્યા પછી કામગીરી જમીનમાં ગૌચરની જમીન ઉપર વર્ષોથી થયેલુ એકાએક બંધ કરી દેવામાં આવી હતી.હાઇકોર્ટનાં દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા મોટા ઉપાડે બે-બે હુકમ પછી અધિકારીઓની હાજરીમાં ગૌચરની જમીન પર થયેલા દબાણ દૂર કરવાની ઝુંબેશનું સુરસુરીયુ થઇ ગયુ હતુ.જેને લઈને માલધારી સમાજ માં રોષ ફેલાયો હતો.
 આ અંગે જાણવા મળ્યા મુજબ અધિકારીઓ પાસે ગૌચરની જમીનના માપ અંગેની પુરતી વિગતો ન હતી.જેમાં ગૌચરની જમીન ઉપર કેટલુ દબાણ કરવામાં આવ્યુ છે.અને ખાનગી જમીન કેટલી છે.તે માહીતી અધિકારીઓ પાસે નહી હોવાના કારણે દબાણ હટાવવાની કામગીરી બંધ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.જેને લઈ માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે.ગૌચરની જમીન ઉપર થયેલુ દબાણ દુર કરવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કર્યા બાદ ઢીલી નીતી કેમ અપનાવાઇ રહી છે.તેવો બળાપો માલધારી સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો . મળતી વિગત મુજબ હવે કે જમીનના માપ અંગેની પુરતી ડી.આઇ.એલ.આર.(ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ) કચેરી દ્વારા નવી માપણી કરી ખુંટા માર્યા પછી તરત દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવુ જાણવા મળેલ છે.આગામી સમય માં વિધાનસભાની ચૂંટણી ને લઈને અધિકારીઓને રાજકીય નેતાઓનું  પ્રેશર આવ્યુ હોવાથી આ ગૌચર દબાણ હટાવવાની કામગીરી હાલ પુરતી બંધ કરવામાં આવી છે..
૧૫૦ વીઘા જમીન પર દબાણ હટાવતા તે દબાણ કરનારાઓની હાલત કફોડી…
તા.૧૯-૯-૨૦૨૨ ને સોમવારે ગૌચરની જમીન ઉપરના દબાણ હટાવવાની કામગીરી દબાણ કર્તાઓની ૧૫૦ વીઘા ગૌચર પર દબાણ હટાવવાની કામગીરી કરી ગરીબ પરિવારોના ઉભા પાક ઉપર લોડર ફેરવી દેવામાં આવ્યું હતું તેનું શું .. ? હવે જોવું એ રહ્યું કે ગૌચરની જમીન ઉપરથી દબાણ હટાવવાની કામગીરી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ ગયા બાદ શરૂ કરવામાં આવશે કે શું તે આવનારા દિવસો માં ખબર પડશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *