જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે વંથલી પોલીસ પ્રોહી-જુગારના કેસો શોધવા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોકકસ બાતમીને આધારે વંથલી તાલુકાના ટીકર ગામે ગામેતી વિસ્તારમાં આવેલ રહેણાક જગ્યાએ જઈ પોલીસ દ્વારા તપાસ કરતા સમયે 7500 રૂપિયાની કિંમતના 75 વિદેશી દારૂના કવોટર મળી આવ્યા હતા.ત્યારે હાજર વલીમહમદ ઉર્ફે માવજીભાઈ સાંધને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.અને વધુ એક આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ડોહો મળી નહિ આવતા તેમને પકડી પાડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


