Gujarat

વંથલી: રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કાયદાકીય પગલાં લેવા લેખીત માંગ…….  

અનેક જગ્યાએ અડધો અને ઊંધો નમેલ રાષ્ટ્રધ્વજ હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું….
     થોડા સમય પહેલા જ 15 ઓગસ્ટ નિમિતે 75માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે  હર ઘર તિરંગા અભ્યાન ની જાહેરાત  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.દેશમાં સમગ્ર જગ્યાએ 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પરંતુ 15 ઓગસ્ટ બાદ પણ  જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલી અનેક ઓફીસોમાં,મકાનો પર,રિક્ષાઓમાં અડધો ફાટેલ અથવા અડધો નીચે નમેલ તિરંગો નજરે આવે છે તેવા આક્ષેપ સાથે  આ રીતે તિરંગો ફરકાવનાર અથવા રાખનાર સામે કાયદાકીય પગલાં લેવા વંથલી તાલુકાના ગાંઠીલા ગામના વતની અને જાગૃત નાગરિક પ્રવીણ ચૌહાણ દ્વારા લેખીત માંગ કરવામાં આવી છે. તિરંગોએ રાષ્ટ્રીય ગૌરવ નું પ્રતીક છે.તેના પ્રત્યે લાગણીઓ છે.ત્યારે તિરંગાનું અપમાન કરનારા લોકો સામે તાત્કાલિક કાયદાકીય પગલાં લેવાઇ તેવી માંગ કરવામાં આવી છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *