Gujarat

વંદે ગુજરાત અંતર્ગત ડીસાના સેવાભાવી મહાનુભાવોનું કરાયેલ સન્માન   જાણીતા સમાજ સેવક ભગવાનભાઈ બંધુને પણ કરાયા સન્માનિત  

ગિરગઢડા
ભરત ગંગદેવ
  સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત યાત્રાના માધ્યમથી છેલ્લા વીસ વર્ષની ગુજરાત સરકારની સરાહનીય સિધ્ધીઓને પ્રજા સમક્ષ મૂકવામાં આવી રહી છે.વંદે ગુજરાત યાત્રા ડીસા નગરમાં પધારતાં તેનું ઠેરઠેર સ્વાગત કરાયું હતું.આ યાત્રા એસ.સી.ડબલ્યુ હાઈસ્કૂલ ખાતે આવતાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સન્માનિત કરી લાભો આપવામાં આવ્યા હતા.લોકલાડીલા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાના અધ્યક્ષસ્થાને તેમજ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ડીસાના અગ્રણી સમાજ સેવકો ચંદ્રકાંતભાઈ મિસ્ત્રી,ભગવાનભાઈ બંધુ,ભીખાભાઈ પંચાલ, ડો.પી.પી.ઠકકર, મણીભાઈ પટેલ,મૂળચંદભાઈ સોની,મહેશભાઈ ટાંક ,ગીતાબેન મોદી,વિષ્ણુભાઈ શર્મા સહિત સૌને સન્માનપત્ર તેમજ સાલ ઓઢાડી તાલુકા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા દ્રારા સન્માનિત કરાયા હતા.
    ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાએ સન્માનિત સૌ સમાજ સેવકોની નિસ્વાર્થ સેવાને બિરદાવી અભિનંદન આપ્યા હતા.
    જિલ્લા ગૌરક્ષા પ્રચારક તેમજ જલારામ સત્કાર્યોના સહયોગી ભગવાનભાઈ બંધુનું સન્માન થતાં સૌ જલારામ ભકતો તેમજ ગૌભકતોએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો.

IMG-20220713-WA0310.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *