વડતાલ પેરિસના “125” વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સેક્રેડ હાર્ટ ચર્ચ, વડતાલ દ્વારા “દીકરી” દીવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલ પેરિસના અલગ – અલગ ગામડાઓ માંથી 13 વર્ષથી લઈને 30 વર્ષ સુધી અપરણિત કુલ – ૨૫ યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વર્કશોપની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી. સર્વના સ્વાગત સાથે વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો. વર્કશોપનો મુખ્ય વિષય “જાતીય સંવેદનશીલતા” હતો. રીપલ ડાભી દ્વારા અલગ – અલગ clap જેમકે Rain Clap, Punjabi Clap શીખાડવામાં આવી અને વાતાવરણને હળવું કરવામાં આવ્યું જેથી દરેક યુવતી પોતે ફ્રી અનુભવ કરે અને પોતાની વાત રજૂ કરી શકે. ત્યારબાદ વિડિયો બતાવવામાં આવ્યો અને ૪ ગ્રુપ પાડવામાં આવ્યા અને દરેક ગ્રુપને પ્રશ્ન આપવામાં આવ્યો જેમકે ૧) છોકરો/પુરુષ એટલે કોણ? ૨) છોકરી/સ્ત્રી એટલે કોણ? ૩) પુરુષ/છોકરો હોવાના ફાયદા- ગેરફાયદા? ૪) છોકરી/સ્ત્રી હોવાના ફાયદા- ગેરફાયદા?. ગ્રુપમાં ચર્ચા વિચારણા કર્યા બાદ પોઇંટ્સને Present કરવામાં આવ્યું. GD ના અંતે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ, સેક્સ અને જેન્ડર નો અર્થ ઉદાહરણો આપીને સમજ આપવામાં આવી.
પોકસો કાયદો – ૨૦૧૨ ની ઉડાણપૂર્વક સમજ આપવામાં આવી. આંતરિક સ્વચ્છતા અને સ્વાસ્થ્યને કઈ રીતે જાળવવું તે પણ જણાવવામાં આવ્યું ત્યારબાદ દરેક યુવતી દ્વારા વર્કશોપમાં જે શીખ્યા તે અને પોતાના અનુભવ રજૂ કરવામાં આવ્યા. વર્કશોપના અંતે ગ્રુપ ગેમ રમાડવામાં આવી અને ગ્રુપ ફોટો પાડી વર્કશોપની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

