વડોદરા
વડોદરા પાલિકાનો બધેકા નામનો અધિકારી ભ્રષ્ટાચારી છે. બધેકાએ ખાનપુર ખાતે જે પંપ ખરીદવાના હતા તેની જગ્યાએ પંપની ડિઝાઇન બદલી એક જ ઇજારદારને કામ આપવા નિયમો બદલી જે કામ રૂ. ૭૫ લાખમાં થાય તેમ હતું તેમાં ગોઠવણ કરી રૂ. ૧.૫૦ કરોડમાં કર્યું. હરિનગર ટાંકી ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરીમાં ૧૫ ટકા ઓછા ભાવ આવ્યા હોવા છતાં માનીતા કોન્ટ્રાક્ટરોને કામ મળે તે માટે ટેન્ડર રિઈનવાઈટ કર્યું અને ૧૭ ટકા વધુના ભાવે કામ મંજૂર કરાવ્યું. શેરખી ઇન્ટેક વેલ માટે જે ટેન્ડર આવ્યું હતું તે ૧૨ ટકા ઓછું હતું. તેમાં પણ ટેન્ડર રિઈનવાઈટ કરી ૧૮ ટકા વધુ ભાવે માનીતા ઇજારદાર રિદ્ધિ એન્જિનિયર્સને અપાયું. દોડકા ફ્રેન્ચવેલમાં પણ રિદ્ધિ એન્જિનિયર્સને કામ મળે તેવી ગોઠવણ કરી હતી. જે ટેન્ડરની રકમ રૂ ૪.૨૦ કરોડ હતી. આજવા નિમેટા ખાતે એકવા મશીનરી તથા સબમર્સીબલ પંપનું કામ રૂ. ૨ કરોડમાં થાય તેમ હતું છતાં રૂ. ૫.૫૦ કરોડનું ટેન્ડર બનાવી કંપનીને પધરાવ્યું. શ્રી ત્રવાડી બધેકા પાર્ટી ટ્રસ્ટ માટે અધિકારીએ કોન્ટ્રાક્ટરો પાસેથી કરોડોના ઉઘરાણા કર્યા છે. મહિલા કાઉન્સિલર સાથે અસભ્ય વર્તન કર્યું તેને બદલી કેમ? તેને પણ સસ્પેન્ડ કરવામાં આવે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગમાં જાન્યુઆરી ૨૦૨૦માં ઉત્તર ઝોન ખાતેના વાર્ષિક ઇજારાથી આપેલા લેબર કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી રૂ. ૫.૮૬ લાખ આપવાની જગ્યાએ અન્ય એક ઇજારદારને ખોટા બિલો મારફતે ઉચાપત કરી રૂ. ૫.૮૬ લાખ ચૂકવી દીધા હતા.પાલિકાના ઇજનેર જતીન બધેકાએ એક જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાવવા ટેન્ડરની શરતો અને નિયમ બદલી તેના અધિકાર ક્ષેત્રમાં ન હોવા છતાં ર્નિણય લઈ પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. તદુપરાંત પાલિકાના કોન્ટ્રાક્ટરો પાસેથી પોતાના ટ્રસ્ટના નામે કરોડો ઉઘરાવ્યા હોવાના ગંભીર આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કર્યા હતા.