Gujarat

વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખ ની સહાય આપવા અપાયુ આવેદનપત્ર

મૃતક ના વારસદારોને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રૂપિયા ૪ લાખ ચૂકવવા કરાઈ માંગણી

વડિયા

સમગ્ર દેશમાં કોરોના મહામારી ના હાહાકાર બાદ અનેક લોકો એ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે મૃતક પરિવારો ને સહાય બાબતે રાજકીય પક્ષ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે ત્યારે વડીયા કોંગ્રેસ સમિતિ ના તાલુકા ભરના આગેવાનો દ્વારા વડિયા મામલતદાર ડોડીયા ને આવેદન આપીને ગુજરાત સરકાર પાસે માગણી કરવામાં આવી છે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોના ને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને દવા,હોસ્પિટલ, એમ્બ્યુલન્સ વગેરે ના કદાવર ખર્ચ કર્યા છે તેવા સમયે સુપ્રીમ કોર્ટ પણ આદેશ કરી રૂપિયા ૪ લાખ ચૂકવાયા એવું કહ્યું છે. છતાં સરકાર જાત જાત ના અવનવા પુરાવા માંગી ફક્ત રૂ.50000 જ ચૂકવે છે. તેની સામે વિરોધ કરી તાત્કાલિક રૂપિયા ૪ લાખ ચુકવામાં આવે તેવી જોરદાર માગણી કરવામા આવી છે.આ આવેદનપત્ર આપવા માટે તાલુકાભરમાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જિલ્લાનાપંચાયત ના આરોગ્ય સમિતિ ના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ શિગાળા, તાલુકા માઈનોરીટી સેલ ના પ્રમુખ જુનેદ ડોડીયા, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ ગોંડલીયા, બક્ષીપંચ સેલના ઉપ પ્રમુખ નીખિલભાઈ ચુડાસમા,અજીતભાઇ વાળા, તાલુકા પંચાયત સદસ્ય હકાભાઇ ભરવાડ, જિલ્લા પંચાયતમાં ના પૂર્વ સદસ્ય રવજીભાઈ પાઘડાળ,દલિત સમાજના અગ્રણી બાલાભાઈ મકવાણા,ઈમરાનભાઈ સુમરા,રાજ પ્રપ્તાણી, મહેતા ભાઈ સહિત કાર્યકર્તા ઓ બહોળી સંખ્યામાં લોકો હાજર રહી કોરોના ના મૃતક લોકોના પરિવાર ને ચાર લાખ ની સહાય ચૂકવવા ની માંગણી કરાઈ હતી.

રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20220106-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *