Gujarat

વડોદરાના એક ગામમાં ૫ કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે એક શક્સ ઝડપાયો

કરજણ
વડોદરા જિલ્લા એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કરજણ ટોલ નાકાથી આગળ આવેલ વલણ ગામની સીમમાં માંકણ જવાના રોડ પર કબ્રસ્તાન પાસે રિક્ષા શંકાસ્પદ હાલતમાં લાગતા તેને રોકીને તપાસ કરતાં રિક્ષામાં બેસેલ ઈસમ મુસ્તાક ઉર્ફે મક્સુદ દાઉદ મલેક રહે માંકણ નવી નગરી મૂળ રહે. દહેગામ, તા. જંબુસર, જિ .ભરૂચ પાસે ૫ કિલો ગાંજાનો જથ્થો કિંમત ૫૦,૦૦૦ સાથે ઝડપી પાડેલ અને આ ગાંજાનો જથ્થો મેમણ ભદરૂદિન જાકરિયાના સંપર્કથી સુરત અશ્વિનીકુમાર ખાતે બ્રિજ પાસેથી એક અજાણ્યા હિન્દી ભાષા યુવક પાસેથી મેળવ્યો હતો. પોલીસે ૫૦,૦૦૦ કિંમતના ગાંજાનો જથ્થો, એક રિક્ષા કિંમત રૂ.૧,૦૦,૦૦૦ મોબાઇલ ૨ નંગ કિંમત શ્૫૫૦૦ કુલ રૂ.૧,૫૫,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *