વડોદરા
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી કર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેના લગ્ન લક્ષ્મણભાઇ નટુભાઇ સોલંકી (રહે. યાત્રા રેસીડેન્સી, વડોદરા) સાથે વર્ષ ૨૦૧૬માં થયા હતા. લગ્નના છ મહિના બાદ સાસુએ નાની-નાની વાતોમાં ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. સાસુ કહેતા કે, તેને જમવા બનાવતા આવડતું નથી. ઘરનું કામ પણ બરાબર કરતી નથી. પતિને પણ સાસુ ચડાવણી કરતા હતા અને નોકરાણીની જેમ કામ કરાવતા હતા. પરિણિતાને તેના માતા-પિતા વિશે પણ અપશબ્દો બોલતા હતા. પરિણાતને પતિને સાસુ કહેતા કે, તેની પત્ની રખડનારી છે તેને કાઢી મુક તને બીજી પત્ની લાવી આવીશું. લગ્ન બાદ પરિણીતા ગર્ભવતી ન થતાં તેને સાસરીવાળા મ્હેણા મારતા અને દવાનો ખર્ચ પણ પિયરમાંથી લાવવો પડ્યો હતો. ત્યારબાદ ગર્ભવતી થતાં શ્રીમંતનો બે લાખ રૂપિયા ખર્ચ પરિણિતાના પિયર પાસે માંગ્યો હતો. તેમજ કહ્યું હતું કે જાે ખર્ચ ન આપે તો સાસરીમાં પરત ન આવતી. ડિલિવરી વખતે પણ મહિલાના પિતાએ જ ખર્ચ કર્યો હતો. પુત્રના જન્મના એક વર્ષ બાદ પણ પરિણિતા પિયરમાં રહે છે. સુધી પતિ કે સાસરીપક્ષવાળા પરિણિતાને તેડવા માટે આવ્યા નથી. જેથી મહિલાએ પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
