Gujarat

વડોદરાની પરિણીતાએ અભયમની ટીમ પાસે મદદ માંગી

વડોદરા
વડોદરાના સાવલી તાલુકામાં આવેલા ગામમાં રહેતા શારદાબેનને લગ્નના બે વર્ષ થયા છે. જેઓને ૭ માસનું એક સંતાન છે. જેને ઝૂંટવી લઈ સાસરીયાએ ઝઘડો કરીને ઘરમાંથી હાંકી કાઢવામા આવ્યાં હતા. પરિણીતા એકલા સાંજે ગામ અને ઘર છોડવા મજબૂર બન્યા હતા. કોઈ ત્રાહિત વ્યક્તિ થકી ૧૮૧અભયમ મહિલા હેલ્પ લાઈન વિશે માહિતી મળતાં તેઓએ મદદ માગી હતી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમની પાદરાએ સ્થળ પર પહોંચીને સાસરી વાળાનું અસરકારક કાઉન્સેલિંગ કરીને આ રીતે પરિણીતાને હેરાન કરવા એ ગુનો બને છે. જેની ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ સજા પણ થઇ શકે છે, જેથી તેઓને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી કોઇપણ પ્રકારની હેરાનગતિ નહી કરે તેવી ખાત્રી આપતા પારિવારીક ઝઘડાનું સમાધાન કરાવવામાં સફળતા મળી હતી. અભયમ ટીમની સમયસર મદદ મળતાં શારદાબેને ખૂશીની લાગણી અનુભવી હતી.વડોદરામાં બાળક ઝૂંટવી લઇને પરિણીતાને સાસરીમાંથી કાઢી મૂકતાં અભયમ પાદરા દ્વારા મધ્યસ્થી કરી સમાધાન કરાવવામા આવ્યું હતું. સાસરીયાએ એક સંતાનની માતા શારદાબેન (નામ બદલ્યું છે)નું બાળક ઝૂંટવી લઈને સાસરીમાથી કાઢી મૂકી હતી. આ અંગે શારદાબેને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરતા અભયમ રસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી ગઇ હતી અને સાસરીયા સાથે અસરકારક કાઉન્સેલિંગ કરીને બાળક સહિત માતાનું સાસરી સાથેના ઝઘડાનું નિરાકરણ કરવામાં સફ્ળતા મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *