Gujarat

વડોદરામાં એક શિક્ષિકાની બિભત્સ ચેટ વાઇરલ થતા મચ્યો ભારે ખળભળાટ

વડોદરા
ઉત્તર ગુજરાતમાં આવેલી એક સ્કૂલનો ભાડા પટ્ટો વધારવા માટે શહેર ભાજપના પાર્થે રૂા. ૭ લાખમાં કામ કરાવી આપશે તેમ કહી ટ્રસ્ટની શિક્ષિકાને વડોદરા બોલાવી હતી. જેમાં પાર્થે યુવતી સાથે બીભત્સ ચેટિંગ કરી હોવાના પણ સ્ક્રીન શોટ વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે.ઉત્તર ગુજરાતમાં આવેલી સ્કૂલની જમીનનો ભાડાપટ્ટો વધારવા માટે ત્યાંની એક શિક્ષિકાએ વડોદરાના વકીલનો સંપર્ક કરી વડોદરા શહેરના ભાજપના પાર્થ સાથે વાતચીત કરાવી હતી. જેમાં આ કામગીરી કરવા માટે પાર્થે રૂા.૭ લાખની માંગ કરી પહેલાં રૂા. ૩ લાખ અને ખર્ચના રૂા. ૫૦ હજાર લઈ લેવા જણાવ્યું હતું. શિક્ષિકા વડોદરામાં ૭થી ૯ ઓગસ્ટ સુધી હોટલમાં રોકાઈ હતી. જ્યાં પાર્થ તેને મળ્યો હતો અને ફાઇલ વિશે ચર્ચા કરી હતી. જાેકે ત્યારબાદ સાહેબને મળવા માટે ૭ લાખમાં કામ થશે તેમ જણાવી હૈયાધારણા આપી હતી, પરંતુ કોઈ કારણસર કામ ન થતાં તે કામગીરી થઈ શકી નહતી.શહેરના વકીલ અને પાર્થ વચ્ચે વાઇરલ થયેલા ઓડિયોમાં રૂા. ૫૦૦ સ્ટેમ્પ પર રૂા. ૭ લાખ જમીન પેટે નહિ, પરંતુ પાર્થની એકેડેમીએ શાળામાં તાલીમ આપી હોવાથી ચૂકવી રહ્યા હોવાનું લખાવવાની વાત થઈ છે. જાેકે આ ઓડિયો સાથે શિક્ષિકા સાથે પાર્થે કરેલી બીભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *